Samsung Galaxy M56 5G : સેમસંગે ભારતમાં ગેલેક્સી M શ્રેણીનો બીજો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સેમસંગ ફોન ગયા વર્ષે લોન્ચ થયેલા ગેલેક્સી M55 ને બદલશે. તેની ડિઝાઇનથી લઈને તેના ફીચર્સ સુધી, મોટા સુધારા કરવામાં આવ્યા છે.
Samsung Galaxy M56 5G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Samsung નો આ લેટેસ્ટ 5G Smartphone 8GB RAM, 256GB સ્ટોરેજ, 5000mAh બેટરી જેવા શક્તિશાળી ફીચર્સ સાથે આવે છે. આ ફોન ગયા વર્ષે લોન્ચ થયેલા Galaxy M55 5G નું અપગ્રેડ હશે. દક્ષિણ કોરિયન કંપનીએ ફોનની ડિઝાઇનમાં મોટા સુધારા કર્યા છે. વધુમાં, તેના ઘણા હાર્ડવેર ફીચર્સ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. Samsung Galaxy M56 5G Mobail 23 એપ્રિલથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપની પ્રથમ સેલમાં ફોનની ખરીદી પર વિવિધ ઓફર્સ પણ આપી રહી છે. ચાલો જાણીએ સેમસંગના આ લેટેસ્ટ મિડ-બજેટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે…
Samsung Galaxy M56 5G Specifications
Display (ડિસ્પ્લે)
Samsung Galaxy M56 5G માં 6.73-ઇંચ ફુલએચડી+ (1,080×2,340 પિક્સેલ્સ) SMOLED+ ડિસ્પ્લે છે. તેનો રિફ્રેશ રેટ 120 Hz છે. હેન્ડસેટમાં વિઝન બૂસ્ટર સપોર્ટ છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર CPU છે. આ Smartphone ફોન 8 GB સુધીની RAM અને 256 GB સ્ટોરેજ સાથે આવે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત One UI 7 સ્કિન સાથે આવે છે. Samsung Galaxy M56 5G 6 વર્ષ માટે OS અપગ્રેડ અને 6 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે.
આ પણ વાંચો : Infinix Note 50s 5G+ ફોન ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને Specifications વિશે.
Camera (કેમેરા સેટઅપ)
કેમેરાની વાત કરીએ તો, Samsung Galaxy M56 5G માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. આ હેન્ડસેટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે, જે HDR વીડિયોને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં ઑબ્જેક્ટ ઇરેઝર, ઇમેજ ક્લિપર વગેરે જેવી AI ઇમેજિંગ સુવિધાઓ આપવામાં આવી છે.
Battery (બેટરી ક્ષમતા)
આ સેમસંગ સ્માર્ટફોનમાં 5000mAh ની મોટી બેટરી છે, જે 45W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન છે. આ ડિવાઇસમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 5.3, GPS અને USB ટાઇપ-C કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે. ફોન 7.2 mm જાડો છે અને તેનું વજન 180 ગ્રામ છે.
Price (કિંમત)
Samsung Galaxy M56 5G સ્માર્ટફોનની કિંમત 8GB રેમ અને 128GB સ્ટોરેજ વિકલ્પ માટે 27,999 રૂપિયા છે. આ હેન્ડસેટ 23 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને સેમસંગ ઇન્ડિયા વેબસાઇટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. HDFC બેંક કાર્ડ સાથે 3,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ફોન મેળવવાની તક છે. આ ઉપકરણ કાળા અને આછા લીલા રંગોમાં ખરીદી શકાય છે.
મિત્રો, લેખમાં તમને Samsung Galaxy M56 5G વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં તમને મજબૂત કેમેરા, બેટરી અને વિવિધ RAM/ROM વિકલ્પો મળશે. જો તમે સસ્તો અને Letest 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો આ ફોન તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.