GSECL Recruitment 2025 : gsecl ભરતી 2025 હેઠળ વિવિધ જગ્યાઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતીની મહત્વપૂર્ણ તારીખો સહિતની મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે, ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ www.gsecl.in ની મુલાકાત લેવી જોઈએ.
GSECL Recruitment 2025 : ગુજરાતમાં નોકરી મેળવવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે વધુ એક તક આવી છે. ગુજરાત વિદ્યુત બોર્ડ સાથે જોડાયેલી ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડે વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. બોર્ડે આ બધી જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
GSECL Recruitment 2025ની મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમિટેડ |
પોસ્ટ | વિદ્યુત સહાયક, એકાઉન્ટ ઓફિસર, લેડી ડોક્ટરથી લઈને નર્સ સુધી વિવિધ |
જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 29-4-2025 |
ક્યાં અરજી કરવી | www.gsecl.in |
GSECL Recruitment 2025 અંતર્ગત કઈ કઈ પોસ્ટ પર ભરતી થશે?
- એકાઉન્ટ ઓફિસર
- લેડી ડોક્ટર-આસીસ્ટન્ટ મેડિકલ ઓફિસર
- વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનિયર ધાતુશાસ્ત્ર)
- વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનિયર પર્યાવરણ)
- વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)
- લેબ ટેસ્ટર
- નર્સ
- રેડિયોલોજી કમ પેથોલોજી ટેક્નિશિયન
પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતની તમામ વિગતો
ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ, આ ભરતી માટેની તમામ મહત્વપૂર્ણ વિગતો કંપનીની વેબસાઇટ www.gsecl.in પર પોસ્ટ કરવામાં આવશે. આ ભરતી માટેની વિગતવાર માહિતી મેળવવા માટે, ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટની મુલાકાત લેવી.
મહત્વપૂર્ણ તારીખ
ભરતી જાહેરાતમાં જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય વીજળી નિગમ ભરતી હેઠળ ઓનલાઈન અરજી ૨૯-૪-૨૦૨૫ થી કરી શકાશે.અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
આ પણ વાંચો : 🔥 સોના નો ભાવ – શું આજનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો
ક્યાં અરજી કરવી ?
ઉમેદવારો ગુજરાત રાજ્ય વીજળી નિગમ ભરતી માટે સંસ્થાની વેબસાઇટ www.gsecl.in દ્વારા અરજી કરી શકે છે. જોકે, અરજી પ્રક્રિયા 29 એપ્રિલ 2025 થી શરૂ થશે.