GPSSB recruitment 2025 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીથી ગ્રામ સેવક સુધીની કુલ ૧૨૫૧ જગ્યાઓ માટે અરજીપત્રક બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 હેઠળ આવેલી ખાલી જગ્યાઓ પર સીધી ભરતી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
GPSSB recruitment 2025 (ગુજરાત પંચાયત સેવા ભરતી) : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, તલાટી કમ મંત્રીથી ગ્રામ સેવક સુધીની કુલ 1251 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે બોર્ડે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત પંચાયત સેવા ભરતી હેઠળ વિવિધ જગ્યાઓની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા જોઈએ.
GPSSB recruitment 2025 અગત્યની માહિતી
સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | ગ્રામ સેવકથી લઈને ગ્રામ પંચાયત મંત્રી જેવી વિવિધ |
જગ્યા | 1251 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 15-4-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-5-2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |

કુલ જગ્યાઓ
- લેબોરેટરી ટેક્નિશિયન: 43 જગ્યાઓ
- સ્ટાફ નર્સ: 36 જગ્યાઓ
- વિસ્તરણ અધિકારી (ખેતી): 12 જગ્યાઓ
- પશુધન નિરીક્ષક: 23 જગ્યાઓ
- આંકડા મદદનીશ: 18 જગ્યાઓ
- જુનીયર ફાર્માસિસ્ટ: 43 જગ્યાઓ
- વિસ્તરણ અધિકારી (સહકાર, ગ્રેડ-2): 08 જગ્યાઓ
- સંશોધન મદદનીશ: 05 જગ્યાઓ
- મુખ્ય સેવિકા: 20 જગ્યાઓ
- ગ્રામ સેવક: 125 જગ્યાઓ
- ગ્રામ પંચાયત મંત્રી: 238 જગ્યાઓ
આ પણ વાંચો : 🔥 સોના નો ભાવ – શું આજનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો આજના ભાવ
આ ઉપરાંત, અન્ય વિવિધ જગ્યાઓ માટે પણ ભરતી કરવામાં આવશે, આમ, દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ૧૨૫૧ જગ્યાઓ સીધી ભરવામાં આવશે.
વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં મહત્તમ ૧૦ વર્ષ (૪૫ વર્ષથી વધુ ન) છૂટછાટ મળશે.
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, GPSSB ભરતી 2025 માટેના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત સંબંધિત પોસ્ટ અનુસાર બદલાય છે, તેથી દિવ્યાંગ ઉમેદવારોએ સત્તાવાર સૂચના વાંચવી જોઈએ.
મહત્વપૂર્ણ તારીખો :
આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આજે ૧૫ એપ્રિલ ૨૦૨૫ થી શરૂ થઈ ગઈ છે. જે ૧૫ મે ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.
અરજી ફી :
PwBD (દિવ્યાંગ માટે): લાગુ નથી
અરજી પ્રક્રિયા :
દિવ્યાંગ ઉમેદવારોએ વેબસાઈટ ઓનલાઈન અરજી કરવાની રહેશે: https://ojas.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી ?
ઉમેદવાર www.ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત સહિત જરુરી માહિતી સબમિટ કરવી.
ખાતરી કરવી કે, દસ્તાવેજો ચોક્કસ કદ અને ફોર્મેટમાં આવે છે.
ફોર્મ ભર્યા પછી ફી ચૂકવ્યા પછી તમારી અરજી સબમિટ કરો
સબમિટ કરી લીધા પછી ખાતરી કરો કે, માહિતી સચોટ અને સંપૂર્ણ છે.
ઉમેદવારે અરજીનું પ્રિન્ટઆઉટ લઈ લેવું.
આ પણ વાંચો : iPhone 16 Pro 80,000 થી ઓછી કિંમતમાં ખરીદો, Flipkart ની આ ઓફર્સમાં તમને થશે મોટો ફાયદો
જરૂરી સુચના :
(૧) જો જરૂરી હોય તો, બોર્ડ સરકારની સૂચનાઓ અનુસાર ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો અથવા ઘટાડો કરી શકે છે.
(૨) જો કોઈ કારણોસર, બોર્ડને ભરતી પ્રક્રિયા અનુસાર આ જાહેરાતમાં ફેરફાર કરવાની અથવા રદ કરવાની જરૂર હોય, તો બોર્ડને તેમ કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે અને બોર્ડ આ માટે કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં.
(૩) ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ ન જુએ, પરંતુ શક્ય તેટલી વહેલી તકે પૂરતી ચકાસણી સાથે ઓનલાઈન અરજી ફોર્મમાં નિર્ધારિત વિગતો ભરે, ઓનલાઈન અરજી કન્ફર્મ કરે અને કન્ફર્મેશન નંબર મેળવે.